વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ.ઉનાળાની ઋતુમાં ગટરનાં ગંદા પાણી રસ્તામાં રેલમછેલ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે આ ધોળીપોળ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સ્થાનિક રહિશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ના આવતા કચવાટની લાગણી ઉભી થવા પામી છે ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છેત્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહિશોને પારવાર પડતી હાલાકી બાબતે આ દ્રશ્યો ઉપરથી જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક પણે નગરપાલિકા તંત્ર આ ગટર લાઈન રીપેર કરી ગટરનાં ઉભરાતાં ગંદા પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે