તારાપુર પોલીસે ચોરાયેલ મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી ગુનો ડીટેકટ કર્યો

તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારાપુર મોટી ચોકડી ખાતે આવેલ લક્ષ્મી વિલાસ હોટલના ટેબલ પર મુકેલ મોબાઇલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ જે અનુસંધાને ફરીયાદીએ એફ આર આઇ કરતા પોલીસ મથકે ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયો હતો જેને લઈ આણંદ જિલ્લા પોલીસવડા, મદદનીશ પોલીસ અધિક્ષક ખંભાત વિભાગ નાઓએ ગુનો શોધી કાઢવા સારૂં જરૂરી સુચનો આપેલ હોય જે અન્વયે તારાપુર પોલીસ ઇન્સ્પેકટર જે.આર પટેલ તથા પોલીસ સ્ટાફને આપેલ જરૂરી સુચનો અને માર્ગદર્શન મુજબ ગુનાની માહિતી મેળવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોનની તથા ચોરીની શોધખોળ ટેકનીકલ નેટવર્કની માહિતી મેળવી આરોપી અનિલભાઇ સોમાભાઇ કટારા રહે પીછોડા નિશાન ફળીયું તા. સંજેલી જી. દાહોદ નાઓને ચોરીમાં ગયેલ મુદામાલ મોબાઇલ ફોન. કી.રૂ. ૮૦૦૦ સાથે દાહોદના સંજેલી ગામેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી