સમસ્ત શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ના ઇષ્ટદેવ અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ શ્રી નવા સુરજદેવળ મંદિર માં બિરાજમાન ભગવાન શ્રી સુર્યનારાયણ દેવ ના સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વે એટલે કે કાઠી દરબારો નો મોટામાં મોટો ઐતિહાસિક તહેવાર મુજબ.ભ ગવાન શ્રી સૂર્યનારાયણના આરાધના પર્વ એ ઉપવાસ પર્વે વૈશાખ સુદ પડવાથી સાડા ત્રણ દિવસ સૂર્ય ઉપાસનાનું આયોજન દર વર્ષે નવા સુરજદેવળ મુકામે હોય છે. આ વર્ષે તારીખ.21/4 / 2023 ના રોજથી ઉપવાસ શરૂ થાય છે અને તારીખ 24 /4/ 2023 ને વૈશાખ સુદ ચોથને સોમવાર ના રોજ પારણાં છે. ઉપવાસના પ્રથમ દિવસે એટલે કે તારીખ 21 ના રોજ સવારે 9.00 વાગે. નાવા ગામેથી ભવ્ય થી ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલ છેજેમાં અશ્વસ્વારો સાથે સૂર્યદેવ નો રથ વાજતે ગાજતે નવા સૂરજદેવળ મંદિર મુકામે પધરામણી કરશે ત્યાર પછી મોટી સંખ્યામાં કાઠી દરબારો મંદિરે રોકાઈને ઉપવાસ કરશે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે તેમજ તારીખ 23 4 2023 ને રોજ સાંજે ગૌશાળા ના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરેલું છે જેમાં નામી અનામી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ડાયરાની જમાવટ બોલાવશે.