જૂનાગઢ મહાનગપાલિકાનાં ડેપ્યુટી મેયર
ગિરીશભાઈ કોટેચા દ્વારા તેમના પરિવારની
છેલ્લા 20 વર્ષની પરંપરાને જાળવી
જૂનાગઢની પ્રાચીન ગરબી તેમજ ગ્રામ્ય
વિસ્તારની 50 જેટલી ગરબીની બાળાઓને
કોટેચા પરિવારના આંગણે જમવા માટે
આમંત્રિત કરવામાં આવી હતી. આ
બાળાઓને આવવા જવા માટે વાહનોની
પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે
દરેક બાળાઓને માતાજીનું સ્વરૂપમાની
કપાળે ચાંદલો કરી પૂજન કરી કોટેચા
પરિવારની મહિલાઓએ બાળાઓને પોતાના
હાથે જમવાનું પીરસી ધન્યતા અનુભવી
હતી.
આ તકે ગિરીશભાઈ કોટેચા દ્વારા જણાવ્યુ
હતુ કે મારા દીકરા પાર્થ દ્વારા પણ આ
પરંપરા કાયમ માટે જાળવી રખાશે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ