કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર આયોજિત મહુવા તાલુકાના કાછલ ગામે પ્રાકૃતિક ખેતી અને ખેતી વિષયક માહિતી અંગે પરિસંવાદ યોજાયો હતો.કાછલ ગામના મહિલા સરપંચ શ્રીમતિ કલ્પનાબેન ચૌધરીએ પરિસંવાદમાં હાજર રહેલા તમામ તજજ્ઞો અને ગામના ખેડૂતોને આવકાર આપીને પરિસંવાદ ને ખુલ્લો મુક્યો હતો.ગ્રામ સેવક ભુપેન્દ્રભાઈએ ગામના ખેડૂતોને ખેતી લક્ષી યોજનાકીય માહિતીઓ પુરી પાડી હતી. તેમજ આઈ ખેડૂત પટલ ઉપર વિવિધ યોજનાકીય અરજીઓ કેવી રીતે કરવી તે અંગેની પુરી સમજ આપી હતી. તેમજ ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે વિગત વાર સમજૂતી પુરી પાડી હતી. વડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રકાશભાઈએ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાંબા ફાયદા ઓ જણાવ્યા હતા.તેમજ ખેતી કરવા માટે દેશી ગાય વસાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ,કમિટી સભ્યો, તલાટી ક્રમમંત્રી, તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પરિસંવાદને સફળ બનાવ્યો હતો.