સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવક ડુબ્યો હતો. આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થતા પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. ધ્રાંગધ્રાના જાંબાજ તરવૈયા જયદેવસિંહ ઝાલા લાલભા અને ટીમે અંદાજે 7 કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.નર્મદા કેનાલમાં અવારનવાર લોકોના પગ લપસી જવાથી કે કોઇ અન્ય કારણોસર ડુબી જવાથી મોત થવાની ઘટનાઓ સામે આવે છે. આથી ખેડૂતો માટે આશિર્વાદ સમી ઝાલાવાડની આ કેનાલો લોકો માટે અભિષાપરૂપ બની છે. ત્યારે આજે ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવક ડુબ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. ધ્રાંગધ્રાના જાંબાજ તરવૈયા જયદેવસિંહ ઝાલા લાલભા અને ટીમે અંદાજે 7 કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.આ ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક યુવકનું નામ વિપુલ ઠાકોર, ઉંમર વર્ષ 21 હોવાનું ખુલ્યુ હતું. આ અંગે પ્રાથમિક તપાસમાં કોઇ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જ્યારે કેનાલમાં યુવક ડુબી ગયાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.