અમરેલીમાં CNG રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, નજર ચુકવી સોનાના ચેઇનની ચોરી કરનાર રાજકોટના ૩ત્રણ 

ઈસમોને ચોરીના ચેઇન સહિત કુલ કિં.રૂ. ૩,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગત 

ગઇ તા.૧૩/૦૪/૨૦૧૩ ના રોજ નિરંજનાબેન હીરેનભાઇ આશર, ઉ.વ.૩૮, રહે.બગસરા, જામકા રોડ, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના દિકરા વંશ સાથે અમરેલી, કામનાથ મંદિર ખાતે સુરાપુરાદાદાના દર્શને આવેલ હોય,

 અને બગસરા જવા માટે અમરેલી, જેસીંગપરા, શિવાજી ચોકમાં વાહનની રાહ જોઇ ઉભા હતા.તે દરમ્યાન એક રીક્ષા આવેલ અને બગસરા - બગસરાની બુમ પાડતા,

નિરંજનાબેન તેમના દિકરા સાથે આ રીક્ષામાં બેસેલ, આ રીક્ષામાં રીક્ષા ડ્રાઇવરની બાજુમાં એક પુરૂષ તથા પાછળ એક પુરૂષ તથા સ્ત્રી બેઠેલ હોય,

રીક્ષા થોડે આગળ ચાલતા રીક્ષા ડ્રાઇવરની બાજુમાં બેસેલ પુરૂષને રીક્ષા ડ્રાઇવરને રીક્ષા ચલાવવાનું ફાવતુ ન હોવાનું કહી પાછળ બેસાડેલ,

તે ભાઇના હાથમાં થેલો હોય, જે નિરંજનાબેનને બેસવામાં નડતો હોય, થેલો નીચે મુકવાનું કહેતા

 આ પુરૂષે થેલામાં માતાજીનો ફોટો હોય થેલો નીચે ન મુકાય તેમ કહેતા, રીક્ષા ડ્રાઇવરે નિરંજનાબેનને આ સ્પેશ્યલ ભાડુ છે તેમ કહી નીચે ઉતારી

આ પેસેન્જરને થોડે આગળ ઉતારીને હું તમને લઇ જઇ તેમ કહી રીક્ષા લઇ જતા રહેલ, આ વખતે નિરંજનાબેને જોતા તેમના ગળામાં પહેરેલ સોનાના ચેઇન . પેંડલ કિં.રૂ.૪૫,૦૦૦/- નો જોવામાં ન આવતા,

રીક્ષા બેસેલ થેલા વાળા પુરુષે નિરંજનાબેનની નજર ચુકવી, થેલાની આડમાં સોનાના ચેઇન પેંડલની ચોરી કરી લઇ ગયેલ હોય,

જે અંગે નિરંજનાબેને આ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૭૮/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.

અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ

 અને તા.૧૮/૦૪/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે અમરેલી, કુંકાવાવ જકાતનાકા પાસેથી સી.એન.જી. રીક્ષામાં શંકાસ્પદ ત્રણ ઇસમોને પકડી પાડેલ

અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન મળી આવતા, પકડાયેલ ઇસમોની સઘન પુછ -પરછ કરતા તેઓએ ઉપરોકત ગુનાની કબુલાત આપતા,

તેઓને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ સોલંકી, ઉ.વ.૨૨, રહે.રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, મામાવાડ તા.જિ.રાજકોટ,

(૨) રવિ બટુકભાઇ સોલંકી, ઉ.વ.૨૫, રહે.રાજકોટ, કુબલીયાપરા, શેરી નં.૫, મેલડી માના થાનક પાસે, તા.જિ.રાજકોટ,

(૩) વિપુલ વલ્લભભાઈ કાવઠીયા, ઉં.વ.૨૦, રહે.રાજકોટ, રણુજા મંદિર, લાપાશ્રી રોડ પાસે, તા.જિ. રાજકોટ.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) સોનાનો પેડલ સાથેનો ચેઇન વજન ૧૦,૯૪૦ ગ્રામ, કિં.રૂ.૪૫,૦૦૦/-

(૨) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૨૫,૦૦૦/-

(૩) CNG રીક્ષા નંબર પ્લેટ વગરની કિ.રૂ.૨,૫૦,૦૦૦/-

 મળી કુલ કિં.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપી ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ વિરૂધ્ધમાં ખુન, ચેઇન સ્નેચીંગ, ચોરી સહિતના નીચે મુજબના ગુનોઓ રજી. થયેલ છે.

 (૧) રાજકોટ શહેર, બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૧૨૧૦૫૮૪/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૦૨,૧૧૪ મુજબ.

(૨) જુનાગઢ, બીલખા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૮૨૨૦૦૪૯/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪મુજબ.

(૩)રાજકોટ શહેર, ગાંધીગ્રામ પો.સ્ટે. એપાર્ટગુ.ર.નં.૧૧૨૦૮૦૩૫૨૨૦૮૪૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.

(૪) રાજકોટ ગ્રામ્ય, ગોંડલ સીડી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૩૦૦૪૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯(એ), ૧૧૪ મુજબ.

પકડાયેલ આરોપી રવિ બટુકભાઇ સોલંકી નો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી રવિ બટુકભાઇ સોલંકી વિરૂધધમાં ચોરીનો નીચે મુજબનો ગુનો રજી. થયેલ છે,

(૧) રાજકોટ શહેર, ભક્તિનગર પો.સ્ટે. ફ. ગુ.ર,નં.૧૨૩/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી, પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, કેતનભાઇ ગરણીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.