ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર વર્ષે 'શીખવે તે શિક્ષક'ની વ્યાખ્યામાં આવતાં તમામ શિક્ષકો પૈકીના શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવે છે.
સને ૨૦૨૩ ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ચાલુ વર્ષે ગુજરાતના ચાર શિક્ષકોનું આગામી ૨૩ એપ્રિલના રોજ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માન થશે.
ગુજરાત શૈક્ષણિક મંચના સહ સંયોજક શ્યામજીભાઈ દેસાઈએ જણાવ્યું છે કે! આ સંસ્થા દ્વારા સહયોગી દાતાઓની આર્થિક મદદથી આ પુરસ્કાર એનાયત થાય છે.
ભરુચના કેળવણી કાર અને નારાયણ વિદ્યાવિહાર પરિવારના આચાર્ય મોભી અને એવા જ ઉદારદિલ ડો.મહેશભાઈ ઠાકરના ધર્મપત્ત્નિ સ્વ.દિપિકાબેન ઠાકરની પુણ્ય સ્મૃતિમાં ચાલુ વર્ષે આ એવોર્ડનું નામાભિધાન સ્વ.દિપિકાબેન ઠાકર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયું છે.
ડો.મહેશભાઈની ઉદારતાને આખા ગુજરાતે સરાહવુ પડે તેમણે આ જવાબદારી હંમેશા ઉપાડવાની પણ તૈયારી બતાવી છે,તે નોંધનીય છે.
શિક્ષક એવોર્ડની અરજીઓ માંથી નિર્ણાયક સમિતિએ કુલ ૪ શિક્ષક ભાઈ બહેનની પંસદગી કરી છે જેમના નામો નીચે મુજબ છે.
૧) શ્રી હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ
મ.શિ.વાલ્લા પ્રાથમિક શાળા,તા.નડિયાદ, જિ. ખેડા,
૨), દીપક જેઠાલાલ મોતા
મુ.શિ.,શ્રી હુંદરાઈબાગ પ્રા. શાળા ગામ : બાગ તા. માંડવી - કચ્છ
૩) નયનાબેન અમૃતલાલ સુથાર
મ .શિ. ભાન્ડુપુરા પ્રા શાળા તા. વિસનગર, જિ. મહેસાણા,
૪) ,શ્રી અનુભાઈ આ.રાતડિયા
મ.શિ.જીવાપર પ્રા.શાળા તા.જસદણ,જિ.રાજકોટ,
તમામ શિક્ષકોને રુ.૨૧૦૦/-ની રોકડ રાશી, પ્રશસ્તિપત્ર,અને શાલ એનાયત થશે.આગામી ૨૩ એપ્રિલના રોજ તૃતિય સંગોષ્ઠિમાં સાસણગીર ખાતે આ પુરસ્કાર એનાયત થશે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.