મિત્રો, આપ સૌને હું એ જાણ કરતા ખૂબ દુઃખની લાગણી અનુભવું છું કે આપણા સૌના લાડલા રાજેશભાઈ ચૌહાણ કે જે અગાઉ સાવરકુંડલા LIC બ્રાન્ચમાં એજન્ટ તરીકે કામ કરતા હતા તથા હાલ સુરત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેઓ નું આજે સુરત મુકામે હૃદય રોગના હુમલાથી નિધન થયેલ છે. 

 ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ આપણને સૌને પડી છે. રાજુભાઈ નું સ્થાન લોકોના હૃદયમાં હતું કારણ કે તેઓ અડધી રાતનો હોકારો હતા. ખૂબ જ લાગણીશીલ સ્વભાવના હતા વિજપડી ગામમાં હર હંમેશ ખોટ રહેશે. 

એજન્ટ હતા ત્યારથી વિકાસ અધિકારી બનવા સુધીની અને બન્યા પછીની તેમની સફર શાનદાર રહી. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે 🙏🙏 ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🙏

 રિપોર્ટર દિલીપ વાઘેલા ના પ્રણામ