દાહોદ તાલુકાની જાલત ગામની ૨૭ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા મહિલાને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ લવાતા મહિલાની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મહિલાના પરિવારજનો દ્વારા ઝાયડસ હોસ્પિટલના હાજર નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતાં. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ તાલુકાના જાલત ગામની મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા સગર્ભા મહિલાને પરિવારજનો દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં સગર્ભા મહિલાની ટૂંકી સારવાર દરમ્યાન જ ગર્ભમાં રહેલ બાળક સાથે મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની સહિત માતમ પ્રસરી જવા પામ્યો હતો. માતાના મોતના પગલે મહિલાની બે માસુમ બાળકીઓએ માતાનું છત્ર ગુમાવ્યું હતું. બંન્ને માસુમ બાળકીઓ માતા વિહોણી બની હતી.

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં જ્યારે સગર્ભા મહિલાંને સારવાર માટે એડમિટ કરાઈ હતી ત્યારે ઝાયડસ હોસ્પિટલની નર્શિંગ સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાની સારવારમાં વિલંભ કરતા મહિલાની તબિયત વધુ ખરાબ થઈ હતી. મહિલાની હાલત ગંભીર હોય ત્યારે હોસ્પિટલમાં હાજર નર્શિંગ સ્ટાફને વારંવાર જાણ કરાતા તેમ છતાં કોઈ કાળજી લેવામાં ન આવી હતી. હાજર નર્સીંગ સ્ટાફ કેહવા લાગેલ કે, “આજે રવિવારનો રજાનો દિવસ છે, તમારા માટે નવરાં નથી”. ત્યારે સાંજ પડતા મહિલાની તબિયત વધુ ખરાબ થતા હાજર નર્શિંગ સ્ટાફ દ્વારા મહિલાને એક નાની બોટલ ચઢાવવામાં આવી હતી. બોટલ ચઢાવતાની સાથે જ મહિલાની તબિયત વધુ ખરાબ થતા સગર્ભા મહિલાને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાઈ હતી. જ્યાં મહિલાની સારવારમાં ઓક્સિજન આપવાની સાથે જ સગર્ભા મહિલાએ પાંચ મિનિટમાં જ જીવ ગુમાવ્યો હોવાના ઉપરોક્ત આક્ષેપો મૃતક સગર્ભાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યાં છે. મહિલાના મોત થતા પરિવારજનોમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. મહિલાના મોતનું કારણ હાજર નર્શિંગ સ્ટાફની બેદરકારી હોય એવા આક્ષેપો સાથે પરિવારજનો કતવારા પોલીસ મથકે પહોંચી હાજર સ્ટાફના બેદરકારી બદલ પોલીસ ફરીયાદ નોંધવવાનું જાણવા મળ્યું છે.