ડીસા પાટણ હાઈવે પર જુના ડીસા પાસે ઇકો ગાડી ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સજાયો હતો..
જેમાં ઇકો ગાડીમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા..
ડીસા પાટણ હાઈવે પર એક ઇકો ગાડી પસાર થઈ રહી હતી, તે દરમિયાન જૂના ડીસા પાસે આવેલ વ્હોળા પરના પુલ પર અચાનક ઇકો ગાડી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો..
આ અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી..
ઘટના ને પગલે આજુ બાજુ ના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી, અને ઇજાગ્રસ્ત ત્રણ લોકો ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા..
જુના ડીસા પાસે આવેલ વ્હોળામાં પુલ પર સ્ટ્રીટ લાઈટો નથી અને રોડ વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડર પર પણ કોઈ જ રિફ્લેક્ટર લગાવવામાં આવેલ નથી. જેના કારણે રાત્રિના સમયે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે..
ત્યારે આ પુલ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી રિફ્લેક્ટર લગાવવામાં આવે તેવી લોકોની માગ છે..