લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા ફ્લાઈંગ સ્કોડ સક્રિય
નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ ઉપર જાણ કરી ફરિયાદ નોંધાવી શકાશે...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ છે ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરુપે કોઈપણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર બને છે.
વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.
લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઈંગ સ્કવોડ રચવામાં આવી છે.
આથી, તમામ નાગરીકોને કોઈપણ પ્રકારની લાંચ નહિ લેવા અને કોઈપણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ર૪×૭ (ચોવીસ કલાક સાતેય દિવસ) કાર્યરત ફરિયાદ મોનીટરીંગ સેલના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવે છે,
એમ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.