ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જે અન્વયે અમરેલી એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૧૬/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેથી

આઇ.પી.એલ. ૨૦૨૩ ની ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં સ્કોર જાણી, ડાયરીમાં નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘ક્રિકેટનો સટ્ટો” રમી રમાડતા બે ઇસમોને પકડી પાડી,તેમજ બે ઇસમો નાસી ગયેલ હોય,

સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) રમેશ નનાભાઇ સાંખટ, ઉ.વ.૩૭, રહે,બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

 (૨) ખોડાભાઇ લખમણભાઇ સાંખટ, ઉ.વ.૩૩, રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી,

પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૩) દિનેશ બચુભાઇ સાંખટ રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

 (૪) મધુભાઇ વાઘાભાઇ સાંખટ, રહે.બાબરકોટ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૧૧,૩૨૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન - ૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ક્રિકેટ ટીમનાનામો/આંકડાઓ લખેલ ચરી - ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬,૩૨૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, લિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.