કામરેજના ઘલાના વતની અને હાલ નવી પારડી ખાતે પટેલ ફળિયામાં રહેતા અજય પટેલ પીપોદરા ખાતેની માનસી ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત 14 એપ્રિલના રોજ પત્ની સંગીતાબેન,સસરા ધીરુભાઈ તેમજ ઘલા ખાતે રહેતા મામી નયના બેન સહિત તેમના પુત્ર તેજસ સાથે નવી પારડી ખાતેથી રાત્રીના આઠ વાગ્યા આસપાસ અજય પટેલ સાળંગપુર ખાતેના હનુમાનજી મંદિરે દર્શન માટે ગયા હતા.સાળંગપુર મંદિર પહોંચેલા અજય પટેલના સસરા ધીરુભાઈ પટેલને નવી પારડી ખાતે અજય પટેલની બાજુમાં રહેતા નિલેશ પટેલે તેમના ઘરનું તાળું તૂટ્યું હોવાનું જણાવ્યું હતું.અજય પટેલે મંદિર સાળંગપુર મંદિર ખાતેથી તેમના ધોરણ પારડી ખાતેના ઘરની સામે રહેતા પિકલ પટેલને જાણ કરતા પિંકલ પટેલે ઘરમાં જઈ જોતા ઘરનો કબાટ ખુલ્લો તેમજ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હોવાની કેફીયત અજય પટેલને જણાવી હતી.પરિસ્થિતી પામી ગયેલા અજય પટેલ સહિતનું પરિવાર સાળંગપુર મંદિર ખાતેથી પરત ફરતા રાત્રીના સાડા સાતેક વાગ્યા આસપાસ ધોરણ પારડી આવી ગયું હતું.અજય પટેલે ઘરમાં પ્રવેશ કરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો તેમજ ઘરનો કબાટ ખુલ્લી હાલતમાં હતો કબાટનો સામાન વેર વિખેર હાલતમાં હતો.તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડા ₹.35 હજાર,સોનાની ચેન,સોનાની કાનની કડી,સોનાની વીટી,સોનાના રવા તેમજ ચાંદીના પાયલ સહિત રોકડા રૂપિયા મળી કુલ 1.20 લાખની કિંમતનો મુદ્દામાલ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થયા અંગેની હકીકત ધ્યાનમાં આવતા અજય પટેલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वडगांवचा महालक्ष्मी तलाव पुर्ण भरला. गटनेत्या श्रीमती प्रविता सालपे यांनी केले पाण्याचे पूजन.
वडगांवचा महालक्ष्मी तलाव पुर्ण भरला. गटनेत्या श्रीमती प्रविता सालपे यांनी केले पाण्याचे पूजन.
અમીરગઢના ધનપુરા ઢોલિયાના વકીલ સાથે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો
અમીરગઢ તાલુકાનો એક વકીલ PSIની નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. અમીરગઢ તાલુકાના ધનપુરા...
પ્રેમ સંબંધ મામલે યુવકનું અપરણ કરી ઢોર માર મારવામાં આવ્યો
રાજકોટ શહેરના પુનિત નગર વૃંદાવન સોસાયટીમાં પ્રેમ સંબંધ મામલે યુવકનું અપહરણ કરી અને ઢોર માર...