પી.આઇ.ટી.NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illicit Traffic In Narcotic Drugs and Psychotroplc Substances Act-1988 ) મુજબ એક ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ, વડોદરા શહેર, ખાતે જેલ હવાલે કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગુજરાત રાજ્યનાં અધિક પોલીસ મનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા

રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા-મુક્ત કરવા અભિયાન હાય ધરેલ હોય,

જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગર નાઓના દ્વારા જરૂરી સુચનાઓ આપેલ,

જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ , નાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા

 અને કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા તથા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ

પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ.

જે અનુસંધાને એસ.જી.દેસાઇ, પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી.શાખા તથા એચ.જી.મારૂ psi એસ.ઓ.જી.શાખા દ્વારા

NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT. NDPS એક્ટ ૧૯૮૮ મુજબનો જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી,

અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંઘીનગરનાંઓ તરફ મોકલતા આ આરોપીની PIT NDPS દરખાસ્ત મંજુર થતા

આરોપીને તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી, જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે.

 PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમનું નામ સરનામું 

કાનાભાઇ નથુભાઇ સૈડા, ઉં.વ.૪૦, ધંધો. ખેતી, રહે.ભોકરવા, ગામની ગોરી ટોપરા સીમ,તા.સાવરકુંડલા, જિ.અમરેલી

 એસ.ઓ.જી.ટીમ દ્વારા PIT NDPS, અધિનિયમ ૧૯૮૮ હેઠળ આરોપીને તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી,

જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે જેલ હવાલે કરવામાં સફળતા મળેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.