મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર(પ) ગામે પ્રાકૃતિક ખેતી ના બહોળા પ્રચાર પ્રસાર માટે ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવામાં આવી પ્રાકૃતિક કૃષિના ચાર આધાર સ્તંભ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેમાં ધન જીવામૃત પ્રેક્ટીકલ તાલીમ આપી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે સંતરામપુર તાલુકાના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર દિનેશભાઈ પગી તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર સોલંકી તેમજ વિસ્તરણ અધિકારી મનોજભાઈ અને બાગાયત અધિકારી નરેન્દ્ર ભાઈ તાલુકા સંયોજક સોમજીભાઈ અને તાલુકા સહસંયોજક દરિયાબેન તેમજ ગ્રામ સેવક તેમજ માસ્ટર ટ્રેનર રવીન્દ્રસિંહ દ્વારા તાલીમ આપી હતી
ગોધર ગ્રામ પંચાયત ખાતે 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહવાન કરવામાં આવ્યું ખેડૂતોને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાથી થતી કેન્સર જેવી બીમારીઓ અને અન્ય આડા અસરોથી ખેડૂતોને મુક્તિ અપાવી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બનાવીને તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી