ડીસા માર્કેટયાર્ડ ના સંચાલક મંડળ ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે મતદાન યોજાઇ રહ્યુંછે. જેમાં ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ અને કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે જેના માટે ચૂંટણી અધિકારી દ્વારા ખેડૂત વિભાગ ના 10 ડિરેક્ટરો માટે 2939 મતદારો માટે 7 બુથ નું આયોજન કરાયું છે

ઉત્તર ગુજરાત માં બીજા નંબર નું સ્થાન ધરાવતી ડીસા એપીએમસી ના સંચાલક મંડળ ના વેપારી વિભાગ ના ચાર અને તેલીબીયા વિભાગના બે મળી કુલ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જયારે ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ભાજપ સમર્પિત ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ કોગ્રેસ ના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ની પેનલ વચ્ચે કાંટા ની ટક્કર જામી છે. ચેરમેન માવજી દેસાઈ ભાજપ પેનલ ના તમામ ઉમેદવારો ને બહુમતી સાથે વિજેતા બનાવવા અને સત્તા ટકાવી રાખવા માટે એડીચોટી નું જોર લગાવી રહ્યાં છે

 તો સામા પક્ષે કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ પણ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા કોગ્રેસ સમર્થિત પેનલ ને વિજેતા બનાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે. જો કે, આજે યોજાનારા મતદાન બાદ કોનું પલ્લું ભારે રહેશે તે તો મંગળવારે મત ગણતરી બાદ જ જાણી શકાશે.

ડીસા વિધાનસભા ચૂંટણી લડેલા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ના દીકરા સંજય દેસાઈ એ કોગ્રેસ પેનલ ને સમર્થન આપ્યું છે. જયારે બનાસકાંઠા જીલ્લા કોગ્રેસ ના મહામંત્રી રહી ચૂકેલા નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ ને રામરામ કરી ભાજપ નો ખેસ ધારણ કર્યો છે. જેથી કોગ્રેસ ના કાર્યકર સંજય દેસાઈ અને ભાજપ ના નરસિંહ દેસાઈ પોતાના માટે મત નહી માંગે.પણ પોતાની પેનલ માટે જોર લગાવશે ......

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા