તા.૧૬/૪/૨૩ ના રોજ ભુજ ખાતે જાયન્ટસ ફેડરેશન 3 બી ના વર્ષ ૨૦૨૩ ના વિવિધ ગ્રુપો ના પ્રેસિડેન્ટ, ડીએ, ડીએફ, તેમજ એસએમઓ નો ટ્રેનિંગ સેમિનાર યોજાયો. જેમાં ટ્રેનિંગ સેમિનાર ના ઉદ્દઘાટન પ્રસંગે કચ્છ - મોરબી વિસ્તાર ના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ તથા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન 3 બી ના પ્રમુખશ્રી શાંતિભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્મૃતિ ભેટ તથા શાલ ઓઢાડી ત્રણેય મહાનુભાવો નું સન્માન પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, સેક્રેટરી દિપકભાઈ માથુકિયા ,ખજાનચી વિજયભાઈ વાળા તથા ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા તથા યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડિયા , જાયન્ટ્સ સભ્ય કમલેશભાઈ પટેલ હરેશભાઈ પીઠવા દ્વારા કરવામાં આવેલ.
Dharmendra lathigara Botad