સમગ્ર ભારતના આંજણા-ચૌધરી-પટેલ સમાજના મુખ્ય સંગઠન એવી “અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા” નું નવમું મહાઅધિવેશન રવિવારે ત્રિમંદિર,અડાલજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ,સ્વામી સચ્ચિદાનંદજી ,મહંતશ્રી દયારામજી સહિતના રાજકીય સામાજીક આગેવાનો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ચૌધરી ભાઈ-બહેનોની હાજરીમાં યોજાયુ. જેમાં સમાજ વિષયક ચિંતન કરવામાં આવ્યું હતું .

આગામી પાંચ વર્ષ માટે નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી .જેમાં ડીસા (બનાસકાઠા)ના સામાજીક અને રાજકીય અગ્રણી ડો. રીટાબેન હિરેનભાઈ પટેલ ની મહિલા વિંગ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આગામી પાંચ વર્ષ માટે વરણી કરવામાં આવી હતી.

રીટાબેન જુદી જુદી સેવાકીય સંસ્થાઓ જેમ કે સ્ત્રી સમાજ , રોટરી ક્લબ વિ. સાથે કાર્યરત છે . ભાજપ ના જીલ્લા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉ ડીસા આંજણા ચૌધરી સમાજ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે . તેમની નિમણુંક થી સમસ્ત સમાજની બહેનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શ્રી રીટાબેને પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે સમાજના વડીલો એ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા પ્રયત્ન કરીશ અને દેશભરની ચૌધરી સમાજની મહિલાઓમાં શિક્ષણ માટે ,બેટી બચાવો અને સામાજીક કુરીવાજો અંગે ની જાગ્રુતી આવે અને મહિલા ઉદ્યમી ને પ્રોત્સાહન મળે તે માટે સૌનો સાથ લઈને કામગીરી કરીશુ.