આણંદ જિલ્લાના આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં તેમજ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપક્ક ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર
અમરેલી એલ.સી.બી. ટીમે આણંદ જિલ્લાના આણંદ રૂરલ પોલીસ સ્ટેશનગુ.ર.નં.૧૧૨૧૫૦૦૧૨૩૦૦૨૭/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯
મુજબના કામના આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય,
મજકુર આરોપીઓને ૧૫/૦૪/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉનમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી, આણંદ રૂરલ પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) જેન્તી ગોરધનભાઇ સોલંકી, ઉ.વ.૨૯, રહે.રાજુલા, તત્વજયોતિ, તા.રાજુલા, જિ.અમરેલી
(૨) મુકેશ ગોરધનભાઇ સોલંકી, ઉ.વ. ૨૨, રહે.રાજુલા, તત્વજયોતિ, તા.રાજુલા, જિ.અમરેલી
મજકુર આરોપીઓ ઉમર લાયક વ્યક્તિઓને ઇકો ગાડી/રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, નજર ચુકવી, સોનાના દાગીના, રોકડ રકમની ચોરી કરવાની ટેવ વાળા હોય,
મજકુર આરોપીઓ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
જેન્તી ગોરધનભાઇ સોલંકી નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) રાજકોટ ગ્રામ્ય, ગોંડલ સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૨૦૬૩૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૨૦બી, ૧૧૪ મુજબ.
(૨) મહેસાણા, લાંધણજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૮૨૧૦૧૮૩/૨૦૨૧, આઇ.પી.સી.કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
મુકેશ ગોરધનભાઇ સોલંકી નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બોટાદ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૫૫/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
(૨) મહેસાણા, લાધણજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૮૨૧૦૧૮૩/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.