પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરાયુઃ નવા નોંધાયેલા મતદારોને EPIC કાર્ડ અપાયા

          

         ૨૫ મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ નવા નોંધાયેલા મતદારોને EPIC મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા.

     આ પ્રસંગે કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું કે, લોકશાહીમાં ચૂંટણીપંચનું ખૂબ મહત્વ છે. જે એક સ્વાયત સંસ્થા તરીકે કામગીરી કરે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી લોકશાહીની તાકાતમાં વૃદ્ધિ કરે છે. ચૂંટણી કાર્ય ને સંપન્ન કરવામાં ખૂબ માનવશ્રમ ની જરૂર પડે છે. વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરીને બનાસકાંઠા જિલ્લાના નાગરિકોએ લોકશાહી પર્વને મજબૂત કર્યું છે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જેવા વિશાળ જિલ્લામાં જ્યાં કેટલાક ભૌગોલિક દુર્ગમ વિસ્તારો આવેલા છે ત્યાં પણ સુચારુ રીતે ચૂંટણી યોજાય એવા પ્રયાસો ચૂંટણીતંત્ર એ કર્યા. જેમાં નાગરિકોનો પણ પૂર્ણ સહકાર મળ્યો છે. જિલ્લામાં ૨૦ હજાર જેટલી યુવાન દિકરીઓનું મતદાન નોંધણી કરવાનું પડકારજનક કાર્ય ટીમવર્કથી થયું છે. તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં ખૂબ ઊંચું મતદાન કરી નાગરીકોએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ભારતમાં જાતિ, ધર્મ, ભાષા વગેરેના ભેદભાવ વિના ૧૮ વર્ષની ઉપરની વયના તમામ લોકોને મતાધિકાર મળ્યો છે. ત્યારે લોકશાહીને ટકાવી રાખવા દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત બનાવવામાં સહભાગી બને એમ ઉમેરી સૌને મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ચૂંટણી ફરજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન કરાયું.

 નોડલ ઓફીસરશ્રી , મેનપાવર મેનેજમેન્ટ અને નિવાસી અધિક કલેકટરશ્રી આર. એન. પંડયા 

બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીશ્રી એસ.એ.ડોડીયા , નાયબ કલેકટર , સુઈગામ

 જિલ્લાના શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી બી.જે.દરજી , મામલતદાર , કાંકરેજ, ચૂંટણી અધિકારી તથા પ્રાન્ત અધિકારીશ્રી , પાલનપુર સુશીલ પરમાર મામલતદારશ્રી ચૂંટણી શાખા શ્રી આર. કે રાઠોડ,

બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ ના.મામ, મતદારયાદીશ્રીનું સન્માન શ્રી ડી.પી.ઝાલા , ના.મામ . , મતદારયાદી , થરાદ, 

જિલ્લાના શ્રેષ્ઠ સેકટર ઓફીસરશ્રી આલોકકુમાર મિશ્રા , ૧૦ - દાંતા વિ.મ.વિ., બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ સેકટર ઓફીસરશ્રી શ્રી જે.એન.જોષી , ૧૨ - પાલનપુર વિ.મ.વિ. અને બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ બી.એલ.ઓ શ્રી પ્રજાપતિ મહેશભાઈ વિઠ્ઠલભાઈ , ભાગ નં .૭૯ - ભડથ -૧ , ૧૩ ડીસા વિ.મ.વિ.નું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં નવિન નોંધાયેલ ર મતદારોને ( ૧ ) આયુશીબેન રમેશભાઈ પ્રજાપતિ અને ( ૨ ) ધારા વિનોદકુમાર દેવડાને કલેક્ટરશ્રીના હસ્તે EPIC નું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સેવા મતદારો તરીકે નિનામા ડિમ્પલબહેન ભરતભાઈ અને ગોવિંદભાઈ જીવાભાઈ આબલિયાને પુષ્પગુચ્છ આપી કલેક્ટર શ્રીએ સન્માનિત કર્યા હતા. નાગરિકોને મતદાન માટે પ્રેરણા પુરી પાડનાર દિવ્યાંગ મતદારો ચૌહાણ કપિલકુમાર સંધાભાઈ અને મકવાણા દિનેશકુમાર કાળીદાસનું આ પ્રસંગે સાલ ઓઢાડી કલેક્ટર શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મતદારોએ લેવાની પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું.