સિહોર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ સેવાનો ભેખ ધારણ કરી અનેક સેવાકીય કાર્યો કરે છે,નિરાધાર વૃધો માટે રાશનકીટ વિતરણ, તહેવારો માં નહિ નફો નહિ નુકશાન મીઠાઈ પ્રોજેકટ, બ્રહ્મ પરિવારના બાળકો માટે રાહતદરે ચોપડા વિતરણ, ક્રિકેટ ટુર્નામેન્ટ,યાત્રા પ્રવાસ,વડીલ વંદના, દર ત્રીજ ના દિવસે પરશુરામજી પૂજન,સમાજ ના તેજસ્વી તારલા સન્માન સહિત અનેક કાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ દર વર્ષે આવતી અખાત્રીજ એટલે કે ભગવાન શ્રીપરશુરામ દાદા નો જન્મોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      આગામી 22/4/23 ના રોજ ભગવાન શ્રીપરશુરામ જ્યંતી આવી રહી છે આ જન્મોત્સવ ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ જન્મોત્સવ માં સિહોર માં ઐતિહાસિક રીતે કેમ ઉજવાય તે બાબતે અત્યંત બારીકાઈ થી ખૂબ ચોકસાઈ પૂર્વક નાનામાં નાની બાબતો ને નજર અંદાજ કર્યાં વગર નિર્ણયમાં એક મિનિટ નો વિલંબ વગર નિર્ણય ની 108 કહેવાતા પ્રમુખ દીપકભાઈ જાની ની આગેવાની માં ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવો ના સાથ થકી આ પરશુરામ જ્યંતી ની શોભાયાત્રા છેલ્લા 11 વર્ષથી કાઢવામાં આવે છે.આ શોભાયાત્રા ના કાર્યક્રમ ને વધુ માં વધુ કઈ રીતે સફળ બનાવવા શહેર માં નિમંત્રણ,સમાજ ગોષ્ઠિ,મહિલા મંડળ ની જવાબદારીઓ,યુવા ટિમ વગેરે જવાબદારીઓ સોંપવા શહેરમાં એક ધાર્મિક વાતાવરણ ઉભું કરવા ધજા પતાકા,બેનર સહિત અનેક પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યું છે.

      ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા માં વિપ્ર કન્યાઓ કળશ દ્વારા સ્વાગત કરશે,પ્રખર વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા વૈદોકત મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવશે જય મહાદેવ,જય જય પરશુરામ ના નાદ સાથે ખારાકુવા ચોકથી બંધન પાર્ટી પ્લોટ ખાતે પહુચશે ત્યારે સમગ્ર સિહોર ના રાજમાર્ગો વિપ્ર પરિવારના જયઘોષ થી ગુંજી ઉઠશે.આ શોભાયાત્રા નું ઠેર ઠેર વિવિધ સંગઠનો,રાજકીય,સામાજિક અગ્રણીઓ,સંસ્થાઓ સહિત રૂટ માં આવતા અનેક સ્થળો પર સ્વાગત,પ્રસાદ,શરબત,ફુલહાર દ્વારા આવકારવામાં આવશે આ યાત્રા નિયત સમયે એટલે કે સવારે સાડા આઠ કલાકે ખારાકુવા ચોક થી ગાજતે વાજતે વિવિધ આકર્ષક સ્લોટો સાથે નીકળી 11 કલાકે બંધન પાર્ટી પ્લોટ ખાતે પહુચશે અને આ શોભાયાત્રા ધર્મસભા માં પરિવર્તિત થશે અને મહાનુભાવો ના સ્વાગત પ્રવચન દાતાશ્રીઓના સન્માન આભાર વિધિ બાદ તમામ ભૂદેવો બ્રહ્મચોર્યાસી નો પ્રસાદ ગ્રહણ કરશે.

       22 તારીખ ની આ શોભાયાત્રા માં જોડાવવા ખાસ અનુરોધ છે તેમજ બ્રહ્મસમાજ નું ગૌરવ અને ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર સંજયભાઈ રાવલ તથા સિહોર નું ગૌરવ પરેશભાઈ ભટ્ટ નો એક ખાસ પ્રોગ્રામ 20-4-23 ને દિવસે રાત્રે 8:30 થી 10:30 રાખવામાં આવેલ છે તો તમામ વિપ્ર પરિવારે પરિવાર સાથે ઉપસ્થિત રહી આવનાર વકતાશ્રીઓના માર્ગદર્શન નો લાભ લેવા અનુરોધ છે

યુવા પરશુરામ ગ્રુપ પ્રમુખ દીપકભાઈ જાની

      સમાજ ની એકતા એજ યુવા પરશુરામ ગ્રુપ નું લક્ષ છે ગ્રુપ માત્ર સેવાકીય પ્રોજેકટ કરી યેન કેન પ્રકારે વિપ્રબંધુ ને કેમ મદદ રૂપ થવું એ ઉદ્દેશ સાથે ચોક્કસ દિશામાં ક

કાર્ય કરી રહ્યું છે હું માત્ર નિમિત્ત છું બાકી સમગ્ર કાર્યક્રમ નો શ્રેય તો મારા બ્રહ્મભાઈઓ,મહિલા ટિમ,બહેનો,માતાઓ,બાળકો અને સાથ સહકાર આપેલ દરેકને છે.