બનાસકાંઠા જિલ્લામાં "સ્વાગત સપ્તાહ"ની ઉજવણી સંદર્ભે બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટીશ્રી , સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની ઓનલાઈન તાલીમ યોજાઇ
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ "સ્વાગત" ની શરૂઆત તા.૨૪ એપ્રિલ-૨૦૦૩ના રોજ થઇ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાસકાંઠા જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની "સ્વાગત સપ્તાહ" તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત/ તાલુકા સ્વાગત/ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાગત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે પંચાયત વિભાગના સંકલનમાં બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટીશ્રી , સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની ઓનલાઈન તાલીમ યોજાઇ હતી. જેમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.