સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પ્રજાએ વલખા મારવા પડી રહ્યા છે ત્યારે સ્થાનિકો તંત્રએ અનેક વાર રજુઆત કરી છતાં પણ પરિણામ સાંપડ્યું નથી,
સંજેલી તાલુકાના મુખ્ય મથકે આવેલ માન્ડલી રોડ,પોલીસ લાઇન રોડ ખાતે ગટરના ગંદા પાણીઓ નદીની જેમ રોડ પર વહેતા થયા હતા જેને કારણે સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો, વાહન ચાલકો સહિત ગ્રામજનોને ભારે હાડમારી વેઠવાનો વારો પડ્યો હતો વહેલી તકે કાયમી નિકાલ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે,