*ડીસા તાલુકાના જુનાડીસા ગામે સતરા સાહિદ દરગાહ જોડે ભંગાર ના ગોડાઉન મો એકા એક આગ લાગતા અફરા તફરીનો માહોલ*
જુના ટાયરના ભંગાર ના ગોડાઉનમાં એકાએક આગ લાગતા લાખોનું નુકસાન
આગને કાબુમાં મેળવવા ડીસા ફાયર સેફટી ની ટીમ ઘટના સ્થળે જઈ આગ ને કાબુ મો લીધી
આગ લાગવાથી તુરંત કાબુ મો લેવાથી મોટી જાનહાનિ ટળી હતી અને લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા
જુના ડાયરના ગોડાઉનમાં એકાએક આગળ લાગતા ફાયર સેફટી સહીત જુનાડીસા ગ્રામ પંચાયતના તલાટી ઘટના સ્થળે આવી રાહત કામગીરી હાથ ધરવામાં આવી
આમ જોવા જઈએ તો જુનાડીસા ગ્રામ પંચાયતની હદમાં બાર થી આવતા લોકો આડેધડ રીતે બેફામ રીતે દબાણ કરી પોતાના વ્યવસાયો ચલાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં જુનાડીસા ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી જુના ટાયરોનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું જેમાં આજે એકાએક આગ લાગતા મોટી જાનહાની થાતા ટળી છે ત્યારે ઉલ્લેખની એ છે કે જો ઉપર ચાલતા વિદ્યુત પ્રવાહ ના વાયર અને આજુબાજુમાં નાની મોટી હોટલો પણ આવેલી છે સાથે જ રહેણાંક વિસ્તાર પણ છે જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જ્યારે લાગતા વળગતા અધિકારીઓ ઘટતા પગલાં લઈને આવા ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા દબાણદારોની સાન ઠેકાણે લાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.
*અહેવાલ -: અમૃત માળી ડીસા બનાસકાંઠા*