ડો.બાબા સાહેબ આંબેડકર ચોક રાજ હોટલ સુરેન્દ્રનગર જિલ્લા મથક ઉપર 132 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવામાં આવી. તેમાં ગુજરાત સરકારશ્રીના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત ભાજપ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા, નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, શ્રી રતિલાલભાઈ યાદવ તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મનુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરવામાં આવેલ તેમાં સર્વે સર્વશ્રી પરમાર હિતેશ દુલેરા, ગજેન્દ્રભાઈ ચૌહાણ, વિશાલભાઈ જાદવ તેમજ દલિત હીત રક્ષક સમિતિના તમામ સભ્યઓએ ખૂબ જ સુંદર અને સફળ આયોજન કરેલ.