મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે જેમાં વહેલી પર રે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે જેમાં પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોજા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોજા રાખવામાં નાના માસુમ ભૂલકા એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી છે તેવા સમયે હાલોલના સંજરી પાર્ક ખાતે રહેતા પઠાણના પરિવારના બે બાળકો જેમાં 10 વર્ષીય પુત્રી મિસ્બાહખાન જાવેદખાન પઠાણ અને 7 વર્ષીય પુત્ર અસવદખાન સમીરખાન પઠાણે પોતાના જીવનનો રમજાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદતમાં લીન થયા હતા અને બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં દુનિયા માટે અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં બંન્ને નાના માસુમ ભૂલકા રોજદારોને પઠાણ પરિવારજનો સહિત આસ પાસના લોકોએ પણ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.