હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજાને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના બળીયાદેવ ગામે રહેતો બુટલેગર ગૌરાંગભાઈ ગણપતભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં તેમજ મકાનની પાસે ભેંસો બાંધવાના ઢાળિયામાં બનાવેલ ગુપ્ત ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા પોસઈ પી. આર.ચુડાસમા,પોસઈ આર.એસ.રાઠોડ, સહિત પોલીસ કર્મચારી પ્રણયસિંહ મનહરસિંહ, કમલેશભાઈ પરસોત્તમભાઈ, જશવંતસિંહ મણીલાલ,ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ અશોકભાઈ રામસિંહ,ભાવિનસિંહ ઇન્દ્રસિંહ અને નિલેશકુમાર ભગીરથભાઈની ટીમે બળીયાદેવ ગામે બુટલેગર ગૌરાંગભાઈ ચૌહાણના મકાન તેમજ મકાનની બાજુમાં આવેલ ભેંસો બાંધવાનો ઢાળિયામાં બનાવેલ ગુપ્ત ભોયરામાં છાપો મારી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ 52 જેમાં ટીન બિયર અને બીજી નાની મોટી બોટલો મળી કુલ 1176 નંગ બોટલો જેની અંદાજે કિંમત 2,47,200/- રૂ.નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસની રેડ દરમ્યાન આરોપી ગૌરાંગભાઈ ચૌહાણ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેની સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં હાલોલ રૂરલ પોલીસે પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.