શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.