ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે ખાન ખનીજ વિભાગ દ્વારા રેતી માફિયા ઉપર દરોડો પાડવામાં આવ્યો

ઠાસરા તાલુકાના ચેતેરસુંબા ગામે ખાન ખનીઝ વિભાગના અધિકારીઓ દ્વારા ચેતરસુંબા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો તે ગામની પાદરે એક તળાવમાં ખાન ખનીજ વિભાગ દ્વારા માટી કાઢવામાં આવી રહી છે તે માહિતીના આધારે ખાન ખનીઝ ટીમ પહોંચી હતી ત્યારે તળાવ ખોદગામ કરતી ટોળકીને બાથમી મળી જવાથી નાશી ગયા હતા.

ખાન ખનીજ વિભાગના અધિકારી રાકેશ સોની સાથે વાત કરાતા તેવો કહે છે કે અમો જ્યારે ચેતરસુંબા ગામે આવવાના છે તે બાથમી માટી કાઢવામામાં આવતી ટોળકીને ખબર મળી જવાથી તેવો અહિયા તળાવે થી તેમના ખોદકામના સાધનો લઈ રફુચક્કર થઈ ગયા હતા પણ અમો તળાવની માપળીકરીને જેટલી જગ્યાએ માટી કાઢવામાંઆવી હતી તે મુજબની રોયટી ભરાવવાના છે તેમજ આ ચેતરસુંબા ગામના તલાટી રાજેશ ઢાકોરને સંપર્ક કરી તમામ નાનામો તેમજ તેમની ટોળકીના સભ્યોની માહિતી માગવામાં આવી છે વહેતી તકે આ ટોળકી દ્વારા જેટલી પણ માટી કાઢવામાં આવી છે તે દંડનીય રકમ ભરાવવાના છે તેમજ તેમની ઉપર યોગ્ય કાર્યવાહી કરીને શિક્ષાત્મક ભગલા પણ ભરીશું