ડીસા તાલુકા પોલીસ દ્વારા નાયબ કલેકટરની ઉપસ્થિતિમાં એરપોર્ટ પર પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો...

ડીસામાં આજે છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશન ના 95 જેટલા ગુનાઓમાં પકડાયેલ 95.84 લાખ રૂપિયાના દારૂના મુદ્દા માલ નો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતમાં 46996 જેટલી બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું.

બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી દારૂની મોટા પાયે હેરાફેરી આ જિલ્લામાં થાય છે. ત્યારે પોલીસ પણ દારૂની હેરાફેરી ની અટકાવવા માટે દિન રાત પ્રયાસો કરે છે જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસ ની હદ વિસ્તાર માં છેલ્લા ત્રણ વર્ષની અંદર 95 જેટલા ગુનાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ ઝડપાયેલા દારૂનો નાશ કરવા માટેની પરવાનગી મળતા આજે નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો. જેમાં ત્રણ વર્ષની અંદર અલગ અલગ 95 જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલા 95.84 લાખ રૂપિયાની કિંમત ની 46,996 જેટલી દારૂની બોટલ ઉપર બુલડોજર ફેરવી નાશ કરાયો હતો...