બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના આરોપીને પકડી પાડતી બગસરા પોલીસ ટીમ.
બગસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.નં ૧૧૧૯૩૦૦૯૨૩૦૦૭૧/૨૦૨૩ નાણા ધીરધાર ની કલમ. ૪૦, ૪૨(એ)(ડી) તેમજ આઇ.પી.સી. કે ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય,
જેમાં આ કામના આરોપી દીલીપભાઇ જસુભાઇ મકવાણા તથા તેમના દીકરા આદીત્યભાઇ દીલીપભાઇ મકવાણા રહે. બંને સાપર ગામ, તા.ગોંડલ, જી.રાજકોટ, વાળા પાસેથી
ફરીયાદી એ વ્યાજે લીધેલ કુલ ૩૦૦૦૦૦/- ના વ્યાજ સહિત આશરે રૂ.૧૭૮૦૦૦૦/- પેનલ્ટી સાથે આપેલ હોવા છતા હજુ ફરીયાદી પાસે વ્યાજે આપેલ મુળ રકમ રૂ.૩૦૦૦૦૦/- ની માંગણી કરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક વ્યાજની રકમ કઢાવી લઇ
તથા ટુવ્હીલ સીડી ડીલક્ષ રજી નં GJ-14-5370 જેની કી.રૂ. ૪૫૦૦૦- તથા પેશન પ્રો મોટર સાઇકલ જેના રજી નં આવેલ ન હોય જેની કી.રૂ ૮૦૦૦૦/- ધરે આવી લઇ ગઇ હોય ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જેમ ફાવેતેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય,
જે અનુસંધાને ઉપરોક્ત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ-
આ કામના આરોપીઓ પાસેથી ટુવ્હીલ સીડી ડીલક્ષ રજી નં GJ-14- 5370 જેની કી.રૂ. ૪૫૦૦૦- તથા પેશન પ્રો.મોટર સાઇકલ જેના રજી નં આવેલ ન હોય જેની કી.રૂ.૮૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય
આરોપીઓ ના નામ સરનામાં
(૧) દીલીપભાઇ જસુભાઇ મકવાણા
(૨) આદીત્યભાઇ દીલીપભાઇ
મકવાણા
રહે. બંને સાપર ગામ, તા.ગોંડલ જી.રાજકોટ,
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.જે.ગીડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પો.કોન્સ. જયદીપભાઇ ભરવાડ, પો.કોન્સ. અજયદાન ગઢવી તથા આલકુભાઇ વાળા નાઓ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.