કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સંત શ્રી સદારામ બાપુની ત્રિદિવસ્ય મૂર્તિ ની પ્રાણ lપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું .. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સંત શ્રી સદારામબાપા ના ધામ ટોટાણા માં ત્રી દિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા નો આયોજન કરવામાં આવેલ સમગ્ર ઠાકોર સમાજ માં વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સંત શ્રી સદારામ બાપાને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે હવે સંત શ્રી સદારામ બાપા બ્રહ્મલીન થયા ને ત્રણ વર્ષ થયાં છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજ ના અને અન્ય સમાજમાં એક ઓલિયા તરીકે ઓળખાતા સંત શ્રી સદારામબાપા ની આજે ત્રીજા દિવસે પ્રતિમાને વાજતેગાજતે મંદિર માં પધરાવવામાં આવેલ ત્યારે હવે ઠાકોર સમાજ ના યુવા ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર (કાંકરેજ) ચંદનજી ઠાકોર ધારાસભ્ય સિધ્ધપુર. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય વાવ. સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર અને સામાજિક અગ્રણી કાર્યકર ડી. ડી. જાલેરા. સી.વી. ઠાકોર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા જેમાં ઢોલ નગારા સાથે બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં કાંકરેજ મામલતદાર શ્રી ભરતભાઈ દરજી એ પણ ખાસ કરીને ઉપસ્થિત રહી ને કાર્યક્ર્મ નિહાળ્યો હતો અને નોંધ કરી હતી આં ત્રી દિવસીય કાર્યક્રમ માં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા સદારામ બાપા ની જયારે પ્રતિમા ને પધરાવવામાં આવી ત્યારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી સૌ ભાવિ ભક્તો એ બાપા સદારામ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

વાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ