આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટવ્યાપી ઉજવણી થનાર છે ત્યારે સતત ત્રણ દિવસ સુધી રાષ્ધ્વજ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. રાજ્યમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્ધ્વજ તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન થઇ રહ્યાં છે. ત્યારે સિહોરમાં આ ત્રિ દિવસીય કાર્યક્રમ "હર ઘર તિરંગા”ના સુદ્રહ આયોજન માટે સિહોર નગરપાલિકા ખાતે સોમવારે સવારે 11 વાગે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ તેમજ વિવિધ પદાધિકારી અધિકારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવાનું આહવાન કર્યું છે. દરેક ઘર સુધી રાષ્ટધ્વજ પહોચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્ટધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા જનજાગૃતિ અભિયાન ભાગરૂપે આ બેઠક આયોજિત કરાઈ છે વિક્રમભાઈ નકુમ આ બેઠકમાં પદાધિકારી સૌ આગેવાનો 

સામાજિક સંસ્થાઓને માટે જરૂરી માર્ગદર્શન આપરો શહેરના તમામ ઘરો, દુકાનો, ઔધોગિક સ્થળો, વેપારી ગૃહો, સરકારીખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્થાઓ સહિત તમામ સાર્વજનિક સ્થળો પર તા.૧૩ ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવામાં આવશે. જે તા.૧૫ ઓગસ્ટે સાંજે માનભેર ઉતારવામાં આવશે. રાષ્ટધ્વજનું અપમાન થાય નહિ તેની ખાસ તકેદારી સ્વરૂપે કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક કે કાગળના તિરંગા ફરકાવે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્ટધ્વજ ફરકાવી શકાશે.