લાખણી ના કુંડા ગામેથી SOG એ દાડમ અને ઘાસચારા ની આડમાં વાવેતર કરેલા ગાંજાની ખેતીને ઝડપી પાડી..
લાખણીના કુંડા ગામમાં થી ગાંજાના છોડનું વાવેતર SOG એ ઝડપી પાડ્યું છે, પોલીસે બાતમીના આધારે રેડ કરતા છૂટા છવાયા 51 ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું..
દાડમ અને પશુ માટે ના ઘાસચારાના આડમા ગાંજાના છોડનું છૂટું છવાયું વાવેતર કરાયું હતું..
SOG એ 25 કિલો અને 905 ગ્રામ માદક પદાર્થ ગાંજાના છોડ સાથે કુલ કિંમત 2 લાખ, 59 હજાર નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજે કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા આપેલ સૂચના અંતર્ગત એમ.જે.ચૌધરી પોલીસ ઈન્સ એસ.ઓ.જી નાઓ એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે આગથળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા..
તે દરમિયાન બાતમી આધારે કુડા ગામની સીમમાં રહેતા રતનાભાઈ જોરાજી ચૌધરી નાઓના પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં માદક પદાર્થ ગાંજોના 51 જેટલાં છોડ નું વજન 25 કિલો 905 ગ્રામ જેની કિંમત 2 લાખ 59 હજાર 50 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..