ઉનાળાના શરૂઆત સાથે જ દાંતીવાડામાં અખાદ્ય ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ !!!

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઉનાળાની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ, એપેડેમિ મેડીકલ ઓફિસર ડૉ.જીજ્ઞેશ હરિયાણી ની સુચના મુજબ દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.બી. ભેદરું તેમજ દાંતીવાડા મેડીકલ ઓફિસર ડો.દિલીપ દરજી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા દાંતીવાડાના પાંથાવાડામા સેનીટેશન રાઉન્ડ યોજી હોટલ, મીઠાઈ, આઈસ્ક્રીમ પાર્લર અને કરિયાણાની દુકાન, પાણી પૂરી ની લારીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ એવામાં મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ પાર્લર અને કરિયાણા ની દુકાનો પર આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી પોલીસ અને ગ્રામ પંચાયત ના અધિકારીઓ સહીત સાથે રહી તપાસ હાથ ધરી અખાધ્ય ચીજોનો નાશ કર્યો હતો પાંથાવાડા બજાર મા હોટલ, કરિયાણા, આઈસ્ક્રીમ પાર્લર, અને મીઠાઈની દુકાનોમાં વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરતા અખાધ્ય ચીજો મળી આવતાં પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા દંડ ફટકારી અખાધ્ય ચીજો નો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્રારા ચેકીંગ હાથ ધરાતા અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા તત્વો મા ફફડાટ ફેલાઇ ગયો હતો આ વાત બજાર મા પ્રસરતાં અમુક દુકાનો વાળા ઓ એ દુકાનોના શટર પાડી દુકાનો બંધ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ હોટલ, આઈસ્ક્રીમ પાર્લર, ફરસાણ મીઠાઈ કરીયાણા અને ઠંડા પીણા વેચતા વેપારીઓ હલ્કી ગુણવત્તા યુક્ત અને એક્ષપાયરી ચીજ વસ્તુઓનુ વેચાણ કરાતા લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતાં હોય છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય ને ભારે નુકશાન પહોચતું હોય છે. એમાંય ફરી કોરોનાં એ માથું ઉચક્યું છે અને હવે તાજેતરમાં વૈશાખ માસમાં લગ્ન સીઝન આવી રહીં છે ત્યારે તેને ધ્યાનમા રાખી ઉનાળા ની કાળઝાળ ગરમીમાં લોકો અખાદ્ય અને બીન આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ આરોગી ઝાડા, ઉલ્ટી ફૂડ પોઈઝન જેવી બીમારીઓ ના ભોગ ન બને તે માટે આરોગ્ય વિભાગ દ્રારા સેનીટેશન રાઉન્ડનું આયોજન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.