ડીસા માં તીક્ષ્ણ હથિયાર સાથે એક શખસ ને ઝડપી પાડતી શહેર ઉત્તર પોલીસ..

ડીસા શહેર માં જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈ ફરતો શખસ ઝડપાયો છે, શહેર ઉત્તર પોલીસે ચપ્પુ સાથે શખસ ની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

જાહેર માં તીક્ષ્ણ હથિયાર લઈ ફરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ખોફ ફેલાવવા માટે આવા તીક્ષ્ણ હથિયારો લઇ ફરતા હોય છે..

ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ના પીઆઇ વી. એમ. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ જે.ડી. પરમાર સહિત ડી સ્ટાફ પેટ્રોલિંગ માં હતો, તે સમયે બેકરી કુવા વ્હોળા વિસ્તાર માં એક શખ્સ તીક્ષ્ણ હથિયાર લઈ ફરતો હોવાની માહિતી મળી હતી..

પોલીસ ની ટીમ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને ઉભો રખાવી તેની તલાસી લેતા તેની પાસે થી તીક્ષ્ણ હથિયાર ચપ્પુ મળી આવ્યું હતું..

પોલીસે મહેશ ઉર્ફે ટકો લુહાર નામ ના યુવકની અટકાયત કરી હતી, ચપ્પુ જપ્ત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..