સિહોરના વડલાચોક થી ભીલવાડા સુધીમાં બનેલા નવા આરસીસી રોડને ક્યાં મુર્હતમાં મંજુર કરાયો છે તે ઈશ્વર જાણે પણ હકીકત એ છે કે આ રોડ અને વિવાદ બન્ને એક સિક્કાની બાજુ રહ્યા છે બનવાની શરૂઆતથી આ રોડનો વિવાદ કેડો મુકતું નથી રોડ બન્યા પછી થોડા જ સમયમાં એક તરફની બાજુ રોડનું નામોનિશાન રહ્યાં ન હતું જે મુદ્દે વિપક્ષે કાગારોળ મચાવી હતી જે મામલે વિપક્ષે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા ત્યારે પણ પ્રજાભીમુખ નગરપાલિકા પ્રમુખે આ બાબતે ગંભીર નોંધ લઈ કોન્ટાકટરને સ્થળે બોલાવી તેમના કામોમાં થયેલ ગેરરીતિનું નિરીક્ષણ કરી ગંભીર પ્રકારે ઝાટકણી કાઢી રોડને ફરી બનાવી આપવા આદેશ કર્યા હતા જોકે કોન્ટાકટરે રોડને બે કે ત્રણ દિવસમાં ફરી બનાવી પણ આપ્યો હતો પરંતુ ગુરુવારે પડેલા ભારે વરસાદને કારણે ફરી નબળી કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી અને પટેલ મેડિકલ નજીક આરસીસી રોડમાં મસમોટા પોપડા નીકળી પડ્યા હતા જેની ગંભીર નોંધ ફરી નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ લીધી છે આજે ફરી વિક્રમભાઈ નકુમે કોન્ટાકટરે સ્થળે હાજર થવાના આદેશ બાદ બપોર પછી સ્થળની વિઝીટ કરી રોડને ફરી સમારકામ કરી હતો એજ સ્થિતિમાં કરી આપવા આદેશ કરતા કોન્ટાકટર દ્વારા તાત્કાલિક રોડનું કામ શરૂ કરતા સ્થાનીક પ્રજાની હાલાકી ઓછી થઈ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ પ્રત્યે લોકોએ આભારની લાગણીવ્યક્તિ કરી હતી