થોડા સમય પહેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે બકરા ચરાવવા જેવી બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાતા
રાજુલા પોલીસ સ્ટેશન ગુન્હા રજી. નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૯૫/૨૦૨૩ મુજબ ના કામે આઇ.પી.સી. કલમ - ૩૦૭,૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદીની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરાતા
આ ગુન્હાના કામે રાજુલા પોલિસ દ્વવારા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.
રાજુલા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓના નામ સરનામાં
(૧) કનુભાઈ ભીખુભાઇ ખુમાણ
(૨) મુન્નાભાઈ પ્રતાપભાઈ ખુમાણ
(૩) જીતુભાઇ ભરતભાઈ ખુમાણ
(૪) અજાભાઇ ભરતભાઈ ખુમાણ
રે. ગામ મોટા આગરીયા, તા. રાજુલા સીટી, જિલ્લો. અમરેલી,વાળાઓની ધરપકડ કરવામાં આવેલ અને
રાજુલા પોલીસ દ્વારા ઉપરોક્ત ગુન્હાના ચારેય આરોપીઓ ને રાજુલા મહે. એડી.ચીફ. જ્યુ.મેજી.સાહેબની કોર્ટ સમક્ષ હાજર કરાતા નામદાર કોર્ટે અમરેલી સબ જેલ હવાલે કરવાનો હુકમ કરી જેલમાં મોકલી આપતાં
આ કામના આરોપીઓ દ્વારા રાજુલાના વિદ્વાન ધારાશાસ્ત્રી પંકજભાઈ પી. સરવૈયા મારફત રાજુલાના મ્હે.નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ જામીન પર મુક્ત કરવા અરજી કરવામાં આવેલ.
જે અન્વયે ધારાશાસ્ત્રી પંકજ પી. સરવૈયા દ્વારા રાજુલાના મ્હે . એડી. સેશન્સ જજ સાહેબ એમ.એસ. સોની સાહેબ સમક્ષ રાજુલા પોલીસ દ્વારા લગાડાયેલ આઇ.પી.સી.કલમ " " ૩૦૭ " સંદર્ભે ધારદાર દલીલો કરતા રાજુલા સેશન્સ કોર્ટ ના નામદાર મ્હે. જજ એમ.એસ. સોની સાહેબ દ્વારા દલીલો ગ્રાહ્ય રાખવામાં આવેલ
અને ચારેય આરોપીઓની જામીન અરજી મંજુર કરતા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.