અમરેલી જિલ્લામાં સ્તનપાન મહત્વને સમજાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિશેષ જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

સ્તનપાન સપ્તાહ અંતર્ગત

ખડખંભાળીયા ખાતે ધાત્રીઓને સ્તનપાનની યોગ્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન

બાળકના સર્વાંગી વિકાસ માટે

સ્તનપાનનું શું મહત્વ છે તે વિશે ધાત્રીઓને સમજ આપવામાં આવી

અમરેલી જિલ્લામાં સ્તનપાન મહત્વને સમજાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિશેષ જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્તનપાન સપ્તાહ અંતર્ગત ખડખંભાળીયા ખાતે ધાત્રીઓને સ્તનપાનની યોગ્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકના સર્વાંગી વિકાસ તેમજ બાળકના જીવનમાં સ્તનપાનનું શું મહત્વ છે તે વિશે પણ ધાત્રીઓને સમજ આપવામાં આવી હતી.