અમીરગઢ ના ખારા ગામમાં ડિગ્રી વગર પ્રેકટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો..

બનાસકાંઠા ના અમીરગઢ તાલુકા માં તબીબી ડિગ્રી વગર જ દવાખાનું ખોલી લોકો ના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ ડોકટર ને એસ.ઓ.જી. એ ઝડપી પાડ્યો હતો..

પોલીસે દવાખાનામાં થી એલોપેથિક દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો..

અમીરગઢ તાલુકાના ખારા ગામમાં હરજીભાઈ નામનો શખ્સ કોઈ તબીબી ડિગ્રી વગર જ દવાખાનું ચલાવી લોકોની સારવાર ના નામે આરોગ્ય સાથે ચેડા કરતો હતો.. એસ.ઓ.જી. ને જાણ થતા ખારા ગામમાં દરોડો પાડી બોગસ ડોકટર ને ઝડપી પાડ્યો હતો..

પોલીસે દવાખાના માંથી સાડા છ હજાર રૂપિયા ની એલોપેથિક દવાનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો..