ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા પાસે બપોરના સુમારે બાઈક પર સવાર બે લોકોને બચાવવા જતા પાછળ આવી રહેલી બોલેરો કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે કાર પલટી ખાધા પહેલા બાઇકને અડી જતા બાઈક પણ રોડ પર પટકાયુ હતું. જેમાં બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બોલેરો ચાલકને પણ સામાન્ય ઇજા થઇ હતી.
જોકે, અકસ્માત બાદ બોલેરો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તેમજ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને 108 મોબાઈલ વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી બંને વાહનોને ટોઇંગ કરી ટ્રાફિક ક્લિયર કર્યો હતો.