મહુવાના તરસાડી ગામે આવેલ વિલાઈન મીડિયા લીમીટેડ નામની કંપનીમાં ચેસ્ટ ફ્રીઝર વિભાગમાંથી 13 કિલો જેટલો કોપર ટ્યુબનો જથ્થો ચોરાયો હતો.જે અંગે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી દરમ્યાન તેઓને મળેલી માહિતી સાથે તાત્કાલિક પગલાં લેતા પોલીસને ચોરીનો 13 કિલો કોપર ટ્યુબનો જથ્થો કિંમત રૂપિયા 12,000 સાથે અવિનાશ મફત હળપતિ(રહે વાંકાનેર બાવળી ફળિયું),દેવ નવીન સોલંકી(રહે સ્યાદલા),દેવાંગ અશોક બારૈયા( રહે બાજીપુરા) તથા એક સગીર મળી ચાર લોકોની અટકાયત કરતા તેઓની પૂછપરછ દરમ્યાન તેઓએ ચોરીનો મુદ્દામાલ સુરાલી ગામના જય હિન્દ મિલ પાછળ આવેલ ભંગારના વેપારી મહેન્દ્રરામ નરેશ પ્રજાપતિ નામને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ભંગારના ગોડાઉન ઉપરથી ચોરીના મુદ્દામાલ સાથે ભંગારના વેપારીને પણ અટકાયતમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.