જસદણમાં ટુ વ્હીલર અને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલયો ₹ 57,300 મુદ્દામાલ સાથે 3 લોકોની ધડપકડ મોટરસાઇકલ ચોરી તથા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ કુલ મુદ્દા માલ 57,300 સાથે ઇસમોને પકડી પાડતી જસદણ પોલીસ. પોલીસ ઇન્ચાર્જ ટીબી જાની તથા સ્ટાફ સાથે પોસ્ટ્ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સાથેના એ.એસ.આઇ ભુરાભાઈ માલીવાડને ખાનગી રહે મળેલ હકીકત આધારે તથા ઈબુજકો તથા ટેકનિકલ સર્વે લન્સના ઉપયોગથી જસદણ પોસ્ટે વિસ્તારમાં મોટરસાયકલ ચોરી તથા મોબાઈલ ચોરીના વર્ણ શોધાયેલ ગુન્હા શોધી કાઢી આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ. જેમાં મુદ્દામાલ હીરો કંપનીનું કાળા કલરનું સીડી ડીલક્ષ મો. સા. જેની કિંમત 40,000 અને 2 સફેદ કલરનું એકટીવાના જુદા જુદા સ્પેરપાર્ટ જેની કિંમત 4100. અને મરૂન કલરનું એકટીવાના જુદા જુદા સ્પેરપાર્ટ જેની કિંમત 3900, અને realme કંપની નો મોબાઇલ © 12. ગ્રે કલર નો Îmei 866079091159 કિંમત 9000 મુદ્દામાલ મળી આવતા કબ્જે કર્યો હતો. જેમાં ૧) આરોપીઓએ આજથી ૨૦ વીસ દિવસ પહેલા ગજાનંદ એપારમેન્ટ પાર્કીંગ કરેલ સફેદ કલરનુ એક્ટીવા જેના રજી નં.GJ-03-HG-2668 તથા (૨) ગજાનંદ એપારમેન્ટ પાર્કીંગ કરેલ મરૂન કલરનુ એક્ટીવા જેના રજી નં.GJ-03-BC-7461 ને (૩) આજથી ૧૦ દિવસ પહેલા માંડવરાય કોમ્પ્લેક્ષ નીચે લાલાની કચ્છી દાબેલીની લારીએથી રીયમલી કંપનીનો મોબાઇલ C-12 ગ્રે કલર નો IMEI 866079059809159 નં(૪) આજથી ૧૧ દિવસ પહેલા ગીતાનગર સોસાયટીમાથી હિરો કંપનીનુ કાળા કલરનુ સી.ડી.ડીલક્ષ જેના રજી નં.GJ-14.AS-4779 ની ચોરીઓ કરેલની કબુલાત આપેલ આરોપી (૧) સાહીદ સલીમભાઇ બાલકીયા જાતે -ઘાંચી ઉવ.૨૪ રહે.જસદણ ગેબનશા સોસાયટી તા.જસદણ જી.રાજકોટ (૨) હિતેષભાઇ ભાવેશભાઇ ઘુમલીયા જાતે-લુહાર ઉવ.૨૩ ધંધો-વેપાર રહે. જસદણ ગજાનંદ સોસાયટી તા.જસદણ જી.રાજકોટ (૩) મિત જગદીશભાઇ જોગરાજીયા જાતે-કોળી ઉવ.૨૦ રહે.ખાનપર તા.બાબરા જી.અમરેલી 3 આરોપી ઝડપાયા હતા.