પાવીજેતપુર હાઇસ્કુલમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે યોજાયેલ હોમિયોપેથીક સારવાર કેમ્પમાં ૩૪૫ દર્દીઓએ લાભ લીધો
પાવીજેતપુર હાઈસ્કૂલમાં " વિશ્વ હોમિયોપેથિક દિવસ " નિમિત્તે હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૪૫ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગરની સુચના અન્વયે તેમજ જિલ્લા આયુષ અધિકારી શ્રીમતી ડો. પારુલબેન વસાવાના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૪/૨૦૨૩ ને સોમવારના રોજ "વિશ્વ હોમિયોપેથીક દિવસ" ની ઉજવણી નિમિત્તે શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુના હઠીલા રોગો તથા બાળકોથી માંડી યુવાન અને વૃદ્ધોને થતા દરેક રોગોની હોમિયોપેથીક પદ્ધતિ દ્વારા નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.
હોમિયોપેથીક પદ્ધતિના સ્થાપક ડો. સેમ્યુઅલ હનેમાનના જન્મદિવસને ,"વિશ્વ હોમિયોપેથિક દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ હોમિયોપેથી દિવસની થીમ "Homoeo parivar Sarvjan Swasthya One Health One Family" રાખેલ છે .જે અંતર્ગત શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ-પાવીજેતપુર ખાતે નિ:શુલ્ક હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હોવાથી કુલ ૩૪૫ જેટલા લોકોએ લાભ લીધો હતો.