જે ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા તેમજ આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સ ના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઈયળ નો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે..

વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી- ૩૬૫૬૦૧ ફોનનં - ૦૨૭૯૨-૨૨૩૮૪૪ નો સંપર્ક કરવો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.