ડીસા(મેરૂજી પ્રજાપતિ)

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરીઅટકાવવા તત્પર રહી વારંવાર આકસ્મિક રેડ તપાસ હાથ ધરાતી હોય છે.ત્યારે આજ રોજ બ.કાં. ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા દાંતા તાલુકામાં સધન તપાસ હાથ ધરાતા દાંતા તાલુકા માંથી અલગ -અલગસ્થળો થી વગર પાસ પરમીટે બલેક કપચી ગેર ધોરણ વહન કરતા ટ્રક અને રેતી ભરેલ ટેક્ટર ઝડપી પાડી દાંતા પોલીસ સ્ટેશને સોંપેલ. જેને લઈ ખનિજચોરી કરતા તત્વોમાં સોપો પડી જવા પામેલ છે.જાણવા મળ્યા પ્રમાણે આજરોજ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુ પ્રીત સિંહ સારસ્વની સૂચના થી બ.કા. ભૂસ્તરટીમ ના રોયલ્ટીઇસ્પેક્ટર શ્રીજીગર ઠક્કર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને ટીમના સભ્યો દ્વારા દાંતા તાલુકામાં ખનીજ ચોરી નશ્યત કરવા સધન તપાસ હાથ ધરેલ. ત્યારે દાંતા તાલુકાના અલગ-અલગસ્થળો એ રેડ કરતા વગર પાસ પરમિટે કપચી ભરેલ ટ્રક અને રેતી ભરેલ ટ્રેકટર ગેરધોરણ વહન કરતા ઝડપાઇ જવા પામેલ. આશરે ૩૦લાખનો મુદ્દા માલ જપ્ત કરી દાંતા પોલીસ સ્ટેશને સોંપી દંડનિય કાર્યવાહી હાથ ધરેલ.