ડીસા-પાલનપુર હાઇવે પર ચાલુ કારમાં આગ લાગતા અફડાતફડી..

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

ચાલુ કારમાં થી ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી હતી..

જેમ જેમ ઉનાળાની ગરમી વધી રહી છે, તેમ તેમ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે..

ડીસા પાલનપુર હાઇવે પર થી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક ચાલુ કાર માં આગ લાગી હતી..

ઘટના ને પગલે કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર માંથી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી..

ચાલુ કારમાં આગ લાગતા જ દોડ ધામ મચી ગઈ હતી..

જ્યારે આ બનાવની જાણ થતા જ ડીસા નગરપાલિકા ની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો..