વઢવાણ ભોગાવા નદીના કાંઠે સદીઓ પ્રાચીન વાઘેશ્વરી માતાનું મંદિર આવેલુ છે.રવિવારે મંદિરે પાટોતસ્વ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં સોના ના સિંહાસને બિરાજમાન વાઘેશ્વરી માતાજીને 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો. માતાજીના દર્શન માટે રાજયભર માંથી 10,000 કરતા પણ વધુ ભકતો ઉમટી પડયા હતા. ત્યારે શ્રધ્ધાળુઓના જય વાઘેશ્વરી માતા ના નાદથી વઢવાણ શહેર ગૂંજી ઉઠયુ હતુ.વઢવાણમાં વરસો પહેલા દુકાળના ડાકલા વાગતા સતત ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહોતો.ત્યારે પાણીના એક એક ટીપા માટે લોકો તરસતા હતા. અને મહાજનનો ધંધો પણ પડી ભાંગ્યો હતો. તે વખતે એક સોનીના સપનામાં માતાજી આવ્યા હતા. ગણપતિ ફાટસર સરોવરમાં ખોદકામ કરતાં વાઘ ઉપર સવાર વાઘેશ્વરી માતાજીની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિને ભોગાવાના કાંઠે લવાતા ધોધમાર વરસાદ તૂટી પડયો હોવનું ભકતો જણાવી રહ્યા છે.તે સમયે વઢવાણના ઐતિહાસિક કિલ્લાની બહાર વાઘેશ્વરી માતાજીનું શિખરબંધ મંદિર બન્યુ હતું.ત્યારબાદ નવો ગઢ બનતા માતાજીનું મંદિર ગઢની અંદર આવી ગયુ હતુ. આ મંદિરમાં માતાજીને અને સિંહને ચાંદીનો શણગાર થતો હતો. ધીમે ધીમે ભકતોએ માતાજીને સોનાનો શણગાર, સોનાના સિંહ અને પ્રવેશદ્વાર પણ બનાવ્યા છે. છેલ્લા 41 વર્ષથી પાટોત્સવ વિશા શ્રીમાળી સોની ટ્રસ્ટ દ્વારા તથા વાઘેશ્વરી યુવા ગ્રુપ દ્વારા થાય છે.તેમજ 21 વર્ષથી અમદાવાદ સહિતના શહેરોમાંથી પગપાળા યાત્રાળુઓનો સંઘ વઢવાણ આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 9 એપ્રિલ રવિવારના રોજ વાઘેશ્વરી માતાજીના 42 મા પાટોત્સવનું આયોજન કરાયુ હતુ. યાત્રાળુઓના સંઘો શનિવારના રોજ વઢવાણ આવી પહોચ્યા હતા. શનિવારે યાત્રાળુઓના સંઘની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્યારે જયવાઘેશ્વરી માતાના નાદ ગૂંજી ઉઠયા હતા.વાઘેશ્વરી માતા સોનાના સિંહાસન પર બિરાજમાન છે. માતાજીના સિંહને પણ સોનાથી મઢી દેવાયો છે. વાઘેશ્વરી માતાના પાટોત્સવ નિમિતે 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો. 100 તોલા માતાજીનો શણગાર હતો. જેમાં હાર, કડલા, ચૂક, ઝાંઝર વગેરેના શણગારના દર્શન માટે ભકતો ઉમટી પડયાં હતા.25 મણ લાડવાનો પ્રસાદ વાઘેશ્વરી ચોકમાં મહાપ્રસાદના આયોજનમાં 25 મણ ચોખ્ખા ઘીના લાડવાનો પ્રસાદ કરાયો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं