બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
રાષ્ટ્ર વિરોધી તત્વો , લૂંટારાઓ , ધાડપાડુઓ ગુન્હો કરવા જતી વખતે તથા ગુન્હો કર્યા બાદ પોતાના વાહનોને ગુન્હાક્ષેત્રના ૩૦ થી ૫૦ કિલોમીટર એરીયામાં પેટ્રોલ / ડીઝલ / ગેસ પૂરાવતા હોય છે . અગાઉ ગુજરાતમાં બનેલ ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછથી પ્રસ્થાપિત થયેલ છે કે, હાઈવે રોબરી , મંદિરોના આભૂષણો તથા એન્ટીક મૂર્તિઓની ચોરી , આંતરરાજય વાહન ચોરી કરતી ગેંગ , ધાડ , લૂંટ તથા ખંડણીના ગુન્હાઓ આચરતી ટોળકીઓ ગુન્હો કરવાની શરૂઆતમાં કે ગુન્હો કર્યા બાદ પેટ્રોલ , ડીઝલ પંપ કે ગેસ રીફીલીંગ સ્ટેશન ઉપર ફરજીયાત પોતાના વાહનોમાં પેટ્રોલ , ડીઝલ કે ગેસ પૂરાવવા માટે ઉભા રહે છે . એટલુ જ નહિ ગુનો કરવા આવે ત્યારે કે પરત જતી વેળાએ હાઈવેની હોટલો ઉપર ચા - પાણી કે જમતા હોય છે . તેમજ ટોલપ્લાઝા ઉપરથી વાહનો પસાર થતા હોય છે . ઉપર જણાવેલ ગંભીર પ્રકારના બનાવોના કારણે નાગરિકને પોતાની સલામતિનો સતત ભય સતાવતો રહે છે. અને પોતાની અસલામતિની લાગણી અનુભવે છે. જેથી ગંભીર અને ડીટેકટ ગુનાઓના ઈન્વીસ્ટગેશન દરમ્યાન ગુનેગારોને શોધી કાઢવા માટે દરેક પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હાઈવે પરની હોટલો , લોજીંગ બોર્ડીંગ , ધર્મશાળા , અતિથિગૃહ , વિશ્રામગૃહ , બહુમાળી બિલ્ડીંગો , મોટા ઔદ્યોગિક એકમો , ટોલપ્લાઝા , બેંકો તથા બેંકોના એ.ટી.એમ. , જવેલર્સની દુકાનો , સિનેમાધરો , શોપીંગ સેન્ટરો વિગેરે જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. ( નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના ) કેમેરા વીથ રેકોર્ડીંગની સીસ્ટમ હોવી જરૂરી છે . આથી બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હાઈવે પરની હોટલો અને ટોલપ્લાઝા ઉપર પેટ્રોલ , ડીઝલ કે ગેસ રીફીલીંગ માટે આવતા વાહનો તથા લોકોની અવરજવર અંગે માહિતગાર રહેવા માટે તથા કોઈ ગુન્હેગાર દ્વારા માનવ જિંદગીની ખુવારી ન થાય અને લોકોની મિલ્કતને નુકસાન ન થાય તે માટે આવા કૃત્યોને અટકાવવા અને નાગરિકોની સલામતિ માટે તકેદારીના પગલાં લેવા સારૂ બનાસકાંઠા જિલ્લાના તમામ પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હોટલો , લોજીંગ બોર્ડીંગ , ધર્મશાળા , અતિથિગૃહ , વિશ્રામગૃહ , બહુમાળી બિલ્ડીંગો , મોટા ઔધોગિક એકમો , ટોલપ્લાઝા , બેંકો તથા બેંકોના એ.ટી.એમ. , જવેલર્સની દકાનો , સિનેમા ઘરો , કોમર્શીયલ સેન્ટર્સ , ઉપર કેટલાક નિયંત્રણો મૂકવા હિતાવહ અને જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી , બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નીચેની વિગતે અમલવારી કરવા હુકમ ફરમવવામાં આવે છે.
જે અન્વયે ( ૧ ) બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઉકત તમામ સ્થળોના પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સિકયુરીટી માટે મેટલ ડિટેકટર સાથે ફરજ પર નિયકત કરવા , તેમજ પ્રવેશ દ્વાર પર તેમજ બહાર નિકળવાના દ્વાર, રિસેપ્શન કાઉન્ટર , લોબી , બેઝમેન્ટ , પાર્કીંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય તે તમામ જગ્યાઓ આવરી લે તેટલા પ્રમાણમાં સી.સી.ટી.વી. ( નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના ) કેમેરા વીથ રેકોર્ડીંગની વ્યવસ્થા કરવાની રહેશે. (૨) સી.સી.ટી.વી. કેમેરામાં જે - તે સ્થળના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ કવરેજ થાય તે કેમેરા લગાવવાના રહેશે. (૩) બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઉકત તમામ સ્થળોના સી.સી.ટી.વી. કેમેરામાં જે – તે સ્થળના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ કવરેજ થાય તે મુજબ કેમેરા લગાવવાના રહેશે. (૪) જે જગ્યાએથી પ્રવેશ કરવાનો હોય તે તમામ જગ્યાએ પ્રવેશ કરતા તમામ વ્યકિતઓ તથા વાહનો ની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના (૫) ઉક્ત તમામ સ્થળો ખાતે આવતા વાહનના ડ્રાઈવર તથા બાજુની સીટમાં બેઠેલ વ્યકિતનો ચહેરો સ્પષ્ટ રીતે સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજમાં જોઈ શકાય તે રીતેસી.સી.ટી.વી . કેમેરા લગાવવાના રહેશે.(૬) ઉકત સ્થળોની આસપાસ આવેલ દુકાનો ઉપર પાર્ક કરેલ વાહનોના નંબર પણ સાધારણ રીતે સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજમાં સ્પષ્ટ વાંચી શકાય તે રીતે કેમેરા લગાવવાના રહેશે.
(૭) સી.સી.ટી.વી.માં ઓછામાં ઓછા ૬ ( માસ ) સુધી રેકોર્ડનો સંગ્રહ કરવાનો રહેશે. (૮) લગાડવામાં આવેલ તમામ સી.સી.ટી.વી. કેમેરા સતત ચાલુ રહે તે જોવાની જવાબદારી જે તે પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હોટલ , ટોલપ્લાઝા , બેંકો , જવેલર્સની દુકાનો , સિનેમાધરો , કોમર્શીયલ સેન્ટર્સના માલિક / સંચાલકોની રહેશે. (૯) પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હોટલ , ટોલપ્લાઝા , બેંકો , જવેલર્સની દુકાનો , સિનેમા ઘરો , કોમર્શીયલ સેન્ટર્સના બહારના ભાગે કેમેરા લગાવવાના રહેશે. (૧૦) પેટ્રોલ / ડીઝલ પંપ / ગેસ રીફીલીંગ સ્ટેશન , હોટલ , ટોલપ્લાઝા , બેંકો , એ.ટી.એમ. , જવેલર્સની દુકાનો , સિનેમા ઘરો પાર્કિંગ , કોમર્શીયલ સેન્ટર્સ લોજીંગ બોર્ડીંગ , ધર્મશાળા , અતિથિગૃહ , વિશ્રામગૃહ , બહુમાળી બિલ્ડીંગો , મોટા ઔદ્યોગિક એકમો , ટોલપ્લાઝા , બેંકો , જવેલર્સની દુકાનો , સિનેમાઘરો , શોપીંગ સેન્ટરો ની જગ્યામાં સવિસ્તારપૂર્વક જુદા જુદા સી.સી.ટી.વી. કેમેરા રાખવા જેથી પાર્કિંગ એરીયામાં થતી તમામ હિલચાલનું કવરેજ થઈ શકે.
ઉકત હુકમ તા. ૨૮ / ૦૩ / ૨૦૨૩ થી તા. ૨૮/ ૦૪/૨૦૩ સુધી ( બંન્ને દિવસો સહિત ) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક .૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.